VIDEO: ચાલુ કારે ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલીને બહાર આવી યુવાને કર્યો સ્ટંટ
સોશિયલ મીડિયા પર ફેમ થવાના નશામાં યુવાનો જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છ
સોશિયલ મીડિયા પર ફેમ થવાના નશામાં યુવાનો જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં યુવાનોના જોખમી સ્ટંટ કરતો નજરે પડ્યો. જેમાં એક યુવક મોંઘીદાટ ઓડી કારમાં સ્ટંટ કરી રહ્યો છે. તે ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલીને બહાર આવે છે, હાથ ઊંચો કરે છે, વાળ બરોબર કરે છે અને વારંવાર દરવાજો ખોલ-બંધ કરે છે.હાલ આ વીડિયો વાઈરલ થયો છે જેને લઈને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.




