'મેં મારી પત્નીને મારી નાખી છે, મને જેલમાં નાખી દો' સુરતમાં રત્નકલાકાર પોલીસ સ્ટેશને પહોંચ્યો
સુરતના કાપોદ્રા શ્રીજી નગર વિભાગ-2માં રહેતા રત્નકલાકારે રોજિંદા ઝઘડાથી કંટાળીને પત્નીના માથામા

સુરતના કાપોદ્રા શ્રીજી નગર વિભાગ-2માં રહેતા રત્નકલાકારે રોજિંદા ઝઘડાથી કંટાળીને પત્નીના માથામાં કપડાં ધોવાનો ધોકો માર્યો હતો. બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ જણાવ્યું કે, મેં મારી પત્નીને મારી નાખી છે. પોલીસ તેની સાથે ઘરે પહોંચી ત્યારે તેની પત્ની બાથરૂમમાં નિર્વસ્ત્ર લોહી લુહાણ હાલતમાં પડેલી હતી. પોલીસે તરત જ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેણીનો જીવ બચ્યો હતો.
પ્લાન બનાવી પહોંચ્યો બાથરૂમ
રત્ન કલાકાર ભરત વલ્લભ મોરડીયાએ પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ દસ વર્ષ અગાઉ મોનિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. મોનિકાના પણ તે બીજા લગ્ન હતા. તેણી ભરતભાઈના પહેલા લગ્ન થતી અવતારેલા એક પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા. જોકે બે વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરતભાઈ સાથે મોનિકા નાની-નાની વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકીના બે બાળકોને હેરાન કરતી હતી. જેથી તે કંટાળ્યો હતો. ગત બપોરે ભરત સાથે ઝઘડો કરી મોનિકા બાથરૂમમાં કપડાં ધોઇને નાહવા ગઈ હતી. ત્યારે તેને હત્યા કરવાનો નિર્ણય કરી બાથરૂમમાં ગયા હતા. મોનિકાને માથામાં કપડાં ધોવાના પ્લાસ્ટિકના ધોકા વડે આડેધડ ઘા મારતા મોનિકા ત્યાં લોહી લુહાણ હાલતમાં પડી હતી.
પોલીસને કહ્યુ કે..
ભરત તેના બાળકોને પોતાની બહેનના ઘરે મૂકીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, અને કહ્યું કે, મેં મારી પત્નીને મારી નાખી છે. મને જેલમાં નાખી દો. પોલીસે તરત જ ભરતના ઘરે પહોંચ્યા તે ત્યાં મોનિકા બાથરૂમમાં નિર્વસ્ત્ર હાલતમાં લોહી લુહાણ પડી હતી. ત્યારે પડોશીઓની મદદ મેળવી તેને કપડાં પહેરાવી 108 માસનીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં સમયસર સારવાર મળતા તેણીનો જીવ બચી ગયો હતો. જો કે હાલ તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.








