મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભુજમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના, નિર્માણાધીન ઘરના તળિયેથી કઢાયો મહિલાનો મૃતદેહ, જાણો સમગ્ર ઘટના

ભુજમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના ઘટી છે, જેમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરીને અન્ય જગ્યાએ દાટી દીધી હતી. પતિની હત્યા ક

ભુજમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના, નિર્માણાધીન ઘરના તળિયેથી કઢાયો મહિલાનો મૃતદેહ, જાણો સમગ્ર ઘટના

ભુજમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના ઘટી છે, જેમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરીને અન્ય જગ્યાએ દાટી દીધી હતી. પતિની હત્યા કર્યા બાદ આરોપી પતિએ  ઢોંગ અને ખોટા પુરાવા ઊભા કરી પતિની ભાળ મેળવવા હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી પણ કરી હતી. આરોપી પતિ ઇસ્માઇલ માંજોઠીના જામીન ગુજરાત હાઇકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધા હતા.

પત્નીની ભાળ માટે પતિએ હાઇકોર્ટમાં હેબીયર્સ પણ કરેલી 

ચકચારભર્યા આ કેસની વિગત જોઇએ તો, આરોપી પતિ ઇસ્માઇલ માંજોઠી અને તેની પહેલી પત્ની રૂકસાના વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. આ વાતને લઇ રૂકસાનાએ પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. બીજી બાજુ, આરોપી ઇસ્માઇલે બીજા લગ્ન પણ કરી લીધા હતા, જે પહેલી પત્ની રૂકસાનાને ગમ્યુ નહોતુ. રૂકસાના પતિથી અલગ રહેતી હતી.

પત્નીને કારમાં અવાવરું જગ્યાએ લઇ જઈને હત્યા કરી 

જો કે, રૂકસાનાની પોતાની જીંદગીમાં દખલગીરીથી કંટાળેલા આરોપી પતિ ઇસ્માઇલે અન્ય સહઆરોપીઓ સાથે મળી રૂકસાનાનો કાંટો કાઢવાનું કાવતરૂ ઘડયું હતું. તેના ભાગરૂપે વર્ષ 2018માં એક સહઆરોપી રૂકસાનાના ઘેર ગયો હતો અને તેને કોઇક કારણથી ગાડીમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો, જયાં તેની છરીના ઘા મારી હત્યા કરી દેવાઇ હતી. આરોપીઓએ બાદમાં મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો.

પોતાની પત્ની ગુમ થયા બાબતે પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી

આરોપીઓએ મૃતક રૂકસાનાનો મોબાઇલ પણ અમદાવાદ રેલ્વે સ્ટેશનની કચરાપેટીમાં ફેંકી દીધો હતો અને રૂકસાનાના સંતાનોને  કહ્યું હતું કે તેની માતા કોઇ સાથે ભાગી ગઇ છે. 

બીજી બાજુ, આરોપીઓએ મૃતક રૂકસાનાના ખોટા આઇડી પર અજમેર ખાતે રોકાણ કર્યું અને ખોટો પુરાવો ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી, બધું જાણતા હોવા છતાં આરોપી પતિએ પોતાની પત્ની ગુમ થયા બાબતે પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી. આટલું ઓછું હોય તેમ પત્નીની ભાળ મેળવવા પતિ ઇસ્માઇલ માંજોઠીએ ગુજરાત હાઇકોર્ટેમાં હેબીયર્સ કોર્પસ અરજી પણ કરી હતી.

હાઇકોર્ટે પતિ ઇસ્માઇલ માંજોઠીના જામીન ફગાવ્યા 

સરકારપક્ષ દ્વારા આરોપી ઇસ્માઇલ માંજોઠીની જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું કે, આ એક અતિ ક્રૂર હત્યાનો ચકચારી કેસ છે અને આરોપીના ઘાતકીપણું અને હત્યા છુપાવવાના સમગ્ર ષડયંત્રને જોતાં તેને જામીન આપી શકાય નહી. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે પતિ ઇસ્માઇલ માંજોઠીના જામીન ફગાવ્યા હતા. તપાસ દરમ્યાન અજય દેવગણની દૃશ્યમ જેવા દૃશ્યો સામે આવતાં ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. 

નિર્માણાધીન ઘરના તળિયેથી કઢાયો રૂકસાનાનો મૃતદેહ

આ સમગ્ર પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે તપાસ હાથમાં લેતાં કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આરોપીની સખ્તાઇથી પૂછપરછ કરતાં તે આખરે ભાંગી પડયો હતો. જગ્યાએ રૂકસાનાનો લાશ દાટી હતી, તે સીમંધર સીટીમાં એક વ્યકિતનું ઘર બની રહ્યું હતું તેના ફલોરીંગ નીચેથી લાશ કાઢી હતી, જેમાં રૂકસાનાના મૃતદેહના હાડકા મળી આવ્યા હતા.

આ સમાચાર શેર કરો