Godhra: પતિએ આવેશમાં આવીને પોતાની જ પત્નીની કરી હત્યા
ગોધરા શહેરમાં શાંતિ પ્રકાશ સોસાયટીના બંગલામાંથી પરિણિત મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ગોધરા શહેર એ ડીવીઝન પોલ

ગોધરા શહેરમાં શાંતિ પ્રકાશ સોસાયટીના બંગલામાંથી પરિણિત મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ગોધરા શહેર એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરતા મહિલાની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. હોઝિયરીના હોલસેલ વેપારી સુનીલ ચંદવાણીએ પોતાની જ પત્ની વિદ્યા ચંદવાણીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચ્યો છે. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ખટરાગ સર્જાતો હોવાથી પતિએ આવેશમાં આવી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. ગોધરા એ ડીવીઝન પોલીસે હત્યારા પતિ સુનીલ ચંદવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. બે બાળકો હોવા છતા પતિએ પત્નીને મોત ઘાટ ઉતારી દેતા સિંધી સમાજમાં પણ આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.




