AHMEDABAD : લવમેરેજ અને 14 વર્ષનું લગ્નજીવન, નારોલમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા
Ahmedabad News : અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એકવાર પતિ પત્ની વચ્ચેની તકરારે પત્નીનો ભોગ લઈ લીધો છે.મોટી વાત તો એ છે કે

Ahmedabad News : અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એકવાર પતિ પત્ની વચ્ચેની તકરારે પત્નીનો ભોગ લઈ લીધો છે.મોટી વાત તો એ છે કે પાછલા બે મહિનામાં ત્રીજી આવી ઘટના છે કે જ્યાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોય.ત્રણેય ઘટનામાં સમાનતા એ છે કે ત્રણેય પતિએ લવ મેરેજ કર્યા હતા અને હત્યારા પતિઓ દ્વારા કર્યા બાદ સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી હતી.
ગઈકાલે 4 ઓક્ટોબરના રોજ અમદાવાદના નારોલ વિસ્તારમાં પત્ની સ્વાતિ શાહ ઘરમાં સુઈ રહી હતી, ત્યારે પતિ નિલેશ શાહે ચપ્પુના 20 જેટલા ઘા મારીને હત્યા કરી નાખી.14 વર્ષના લગ્નજીવન દરમિયાન અવારનવાર બંને વચ્ચે નાની મોટી બાબતે તકરાર પણ થતી, પરંતુ મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે પતિએ તેની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી. પોતાના બાળકોની હાજરીમાં જ ચપ્પુના 20 જેટલા ઘા મારીને આરોપી પતિએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને હત્યા કર્યા પછી જ બાદ તેના સાળાને ફોન કરીને તેની બહેનની હત્યા કરી નાખી હોવાની જાણકારી આપી.
જોકે સાળાએ વાતને ગંભીરતાથી ન લીધી. જે બાદ હત્યારા પતિએ પોલીસને પણ ફોન કરીને હત્યા બાબતે જાણકારી આપી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો દાખલ કરી આરોપી નિલેશ શાહની ધરપકડ કરી છે.






