અમદાવાદ / પતિએ પૂર્વ પત્નીના પ્રેમીની કરી કરપીણ હત્યા, પોલીસે કરી ધરપકડ
અમદાવાદમાં પતિએ તેની પૂર્વ પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એકાદ વર્ષથી પતિ

અમદાવાદમાં પતિએ તેની પૂર્વ પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એકાદ વર્ષથી પતિ-પત્ની વચ્ચેના અણબનાવને કારણે બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.જે બાદ પત્ની તેના પ્રેમી સાથે રહેતી હતી જેનો ખાર રાખીને પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી. ફરિયાદને આધારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.
અમદાવાદના સાણંદમાં ગત તારીખ 1 મેના દિવસે ઉમા એસ્ટેટમાં આવેલા ઇક્કોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા નામની કંપનીમાં નોકરી કરતા અને સીમમાં ઓરડીમાં રહેતા અભિષેક ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી. મૃતકના પિતાની ફરિયાદને આધારે સાણંદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે અભિષેકની હત્યા તેની સાથે રહેતી તેની પ્રેમિકા પ્રિયંકાના પૂર્વ પતિએ કરી છે. જેને આધારે સાણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી છે.
સમગ્ર મામલે હત્યારા જુવાન વડેરા અને મૃતકની પ્રેમિકા પ્રિયંકાની પૂછપરછમાં સામે આવ્યું કે બંને એક વર્ષ પહેલાં પતિ પત્ની હતા અને બંને વચ્ચે ચાલી રહેલા મનદુઃખને કારણે એક વર્ષ પહેલાં બંનેએ છૂટાછેડા લીધા હતા. બંને વચ્ચેના છૂટાછેડા બાદ પત્ની પ્રિયંકા તેના પ્રેમી અભિષેક સાથે રહેતી હતી.
પ્રિયંકા અને તેનો પ્રેમી અભિષેક મૂળ રાજસ્થાનના વતની છે અને બંને રાજસ્થાન રહેતા ત્યારથી એક બીજાના પરિચયમાં છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ બંને એકજ કંપનીમાં કામ કરે છે અને એકબીજાના પાડોશી પણ છે. પૂર્વ પતિ જુવાન વડેરા તેની પત્ની અને પ્રેમી વચ્ચેના સંબંધની ખાર રાખીને રાતના સમયે અભિષેક અને પ્રિયંકા ઘરે હતા ત્યારે હથોડી સહિતના હથિયારથી અભિષેકને માથાના ભાગે માર મારી હત્યા કરી હતી અને બાદમાં પૂર્વ પત્ની પ્રિયંકાને પણ માથા માં ઇજાઓ પહોચાડી હતી.
હાલ તો મૃતકના પિતાની ફરિયાદને આધારે આણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે અભિષેકની હત્યા બાદ જુવાન વડેરા તેની પૂર્વ પત્ની પ્રિયંકાની પણ હત્યા કરવા જઈ રહ્યો હતો કે ખરેખર તેને ઇજા પહોંચાડવાનો ઈરાદો હતો.








