મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં ધુળેટીના દિવસે પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિની ધરપકડ

અમરેલી જિલ્લાના લાઠીમાં મહિલાની હત્યાને મામલે તેનો હત્યારો પતિ ઝડપાયો છે. લાઠીમાં ધુળેટીના પવિત્

અમરેલીમાં ધુળેટીના દિવસે પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિની ધરપકડ

અમરેલી જિલ્લાના લાઠીમાં મહિલાની હત્યાને મામલે તેનો હત્યારો પતિ ઝડપાયો છે. લાઠીમાં ધુળેટીના પવિત્ર તહેવાર પર પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. મૃત્યુ પામનાર રહેનાબેનની હત્યા પતિ ગુલાબભાઇ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીને ઝડપીને ગુનાના સ્થળે લઈ જવામાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ધુળેટી તહેવાર પર હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અમરેલી જિલ્લામાં લાઠી વિસ્તારમાં પતિએ પત્નીની છરી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, રેહાનાબેનના પતિ ગુલાબભાઇ દ્વારા હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું.

હત્યાને મામલે લાઠી પોલીસ સ્ટેશનમાં પતિ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાની શંકામાં પતિએ હોળી ધુળેટીના પાવન તહેવાર પર હત્યા કરી હતી. આરોપી દ્વારા તીક્ષ્ણ હથિયાર છરી વડે ગંભીર ઈજાઓ પોંહચાડી પત્નીની હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો