અમરેલી: મનરેગા યોજનામાં અધિકારીઓએ કરોડોનું કૌભાંડ આચર્યાનો ભાજપના સભ્ય દ્વારા આક્ષેપ
અમરેલીમાં મનરેગા યોજના અંતર્ગત માલ અને મટીરિયલના નામે કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાના જિ

અમરેલીમાં મનરેગા યોજના અંતર્ગત માલ અને મટીરિયલના નામે કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાના જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતે આરોપો કર્યા છે. ત્યારે ભાજપના જ સદસ્ય દ્વારા આવા ગંભીર આરોપોથી ખળભળાટ મચી ગયો છે.
અમરેલી જીલ્લામાં મનરેગા યોજનામાં માલ મટીરીયલ સાથેના કામોમાં ભષ્ટ્રાચાર થયાના જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મનરેગામાં હાલ ભારત સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર "રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી" યોજના ચાલી રહી છે. જેમાં કરવામાં આવેલા કામોની રકમના 40 ટકા રકમ સીસી રોડ, બ્લોક પેવર અને કાચી સડક માટે ફાળવવા આવે છે. પરંતુ જિલ્લામાં એક બે ગામોમાં જ આ પ્રકારની રકમ ફાળવવામાં આવે છે જ્યારે અન્ય તાલુકાઓના ગામડાઓમાં આ રકમ નથી મળતી.
તેમાંથી અધિકારીઓ દ્વારા ૭ થી ૮ કરોડ જેવી રકમ ખિસ્સામાં નાખી દેતા હોવાના આક્ષેપો જિલ્લા પાણસયતના ભાજપના જ સદસ્ય વિપુલ દુધાત દ્વારા કરવામાં આવ્યા છે. જે અંગે વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી આઇપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં ટીમની રચના કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. જો આ તપાસ આઇપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવે તો એજન્સીઓ,અધિકારીઓ સહિતના કેટલાય કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓ વિપુલ દુધાતે વ્યક્ત કરી છે.






