મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં ધુળેટીના દિવસે પતિએ પત્નીની કરી હત્યા, પોલીસ તપાસ શરુ

ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ધુળેટી તહેવાર પર હત્ય

અમરેલીમાં ધુળેટીના દિવસે પતિએ પત્નીની કરી હત્યા, પોલીસ તપાસ શરુ

ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ધુળેટી તહેવાર પર હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અમરેલી જિલ્લામાં લાઠી વિસ્તારમાં પતિએ પત્નીની છરી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રેહાનાબેનના પતિ ગુલાબભાઇ દ્વારા હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

હત્યાને મામલે લાઠી પોલીસ સ્ટેશનમાં પતિ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાથી પતિએ હોળી ધુળેટીના પાવન તહેવાર પર હત્યા કરી હતી. આરોપી દ્વારા તીક્ષ્ણ હથિયાર છરી વડે ગંભીર ઈજાઓ પોંહચાડી પત્નીની હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો