મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વીમા એજન્ટને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી પતિ-પત્નીએ પડાવ્યા 13 લાખ

સુરતમાં રોજે રોજ અવનવી રીતે છેતરપિંડીના બનાવો બનતા હોય છે. ત્યારે ભેસ્તાન વિસ્તા

સુરતમાં વીમા એજન્ટને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી પતિ-પત્નીએ પડાવ્યા 13 લાખ

સુરતમાં રોજે રોજ અવનવી રીતે છેતરપિંડીના બનાવો બનતા હોય છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં એક પતિ પત્નીએ વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 13 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શંકાસ્પદ વર્તને ફોડ્યો ભાંડો

ભેસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપીને પતિ-પત્નીએ કારસ્તાન રચ્યું હતું. એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હતા. આ ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું છે. તે કેસમાં વીમા કંપનીના એજન્ટનું નામ ન ખોલવા 13 લાખ પડાવ્યા હતા. આરોપી પતિ પત્નીનું વર્તન શંકાસ્પદ રીતે હોવાનું સામે આવતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઈમ્પોર્ટ એક્સપોર્ટની લાલચ આપી

પોલીસે વીક્કી જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દેબાસીસ અને સેલ કંપનીનો કર્મચારી પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી દંપતી વીમા એજન્ટને ઘણા સમયથી ઓળખતા હતા. આ પતિ પત્નીને વીમા એજન્ટને ઈમ્પોર્ટ એક્સપોર્ટમાં સારુ વળતર મળવાની લાલચ આપીને રૂપિયા રોકાણ કરાવ્યા બાદ ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હતાં.

આ સમાચાર શેર કરો