અમરેલી લેટરકાંડ મુદ્દે માનવાધિકાર આયોગ મેદાનમાં, DGPને નોટિસ ફટકારી જવાબ માંગ્યો
અમરેલી લેટરકાંડ મુદ્દે હવે માનવાધિકાર આયોગ મેદાનમાં આવ્યું છે. માનવાધિકાર આયોગે DGPને

અમરેલી લેટરકાંડ મુદ્દે હવે માનવાધિકાર આયોગ મેદાનમાં આવ્યું છે. માનવાધિકાર આયોગે DGPને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નિયમ ભંગ હોવાથી કાર્યાહીને લઇને જવાબ માંગવામાં આવ્યો હતો. આ ઘટના પર રાજ્યના પોલીસ વડાને 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. માનવાધિકાર આયોગે રાજ્યના પોલીસ વડાને માનવીય અધિકારોનું હનન થયું છે કે કેમ તે અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ કર્યો છે.
શું હતી ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં મોડી રાત્રે સરઘસ કાઢતા વિવાદ વકર્યો હતો.રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં, AAP સાથે થઇ શકે છે ગઠબંધન
પોલીસ સામે ઉભા થયા હતા સવાલો
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. પાયલ ગોટી જેલમાંથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી.અમરેલી લેટરકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોપવામાં આવી છે.








