મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: બી.એ.ડાંગર કોલેજમાં ફી મુદ્દે ભારે હોબાળો; વિદ્યાર્થીઓએ લગાવ્યા ગંભીર આક્ષેપ

રાજકોટની બી.એ. ડાંગર હોમિયોપેથિક કોલેજ એકવાર ફરી વિવાદોના વમળમાં ફસાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ કેમ્

તસવીર: GSTV

રાજકોટની બી.એ. ડાંગર હોમિયોપેથિક કોલેજ એકવાર ફરી વિવાદોના વમળમાં ફસાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ કેમ્પસમાં લેટ ફી અને અટેન્ડન્સ ફીના મુદ્દે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, નિયમિત ફીની ચુકવણી કર્યા બાદ પણ વધારાના નાણાં ઉઘરાવીને તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.

કેમ્પસમાં શાબ્દિક ઘર્ષણ

આ મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ વચ્ચે વાતચીત વણસી હતી. કેમ્પસમાં જ બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે તેઓ આ વધારાની ફી અંગે સ્પષ્ટતા માંગવા ગયા, ત્યારે સંતોષકારક જવાબ આપવાને બદલે તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો