અમદાવાદ: AMCની બજેટ બેઠકમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો
અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બેઠકમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. એડ

અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બેઠકમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. એડવર્ટાઇઝિંગ એજન્સીઓના 87 કરોડના બાકી લેણાં મામલે આ હોબાળો થયો હતો.
વિપક્ષ અને ભાજપ વચ્ચે ઉગ્ર દલીલો
AMCની બજેટ બેઠકમાં એડવર્ટાઇઝિંગ એજન્સીઓના 87 કરોડના બાકી લેણાં મામલે વિપક્ષ અને ભાજપ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. વિપક્ષે ફાઈલ બતાવતા ભાજપી સભ્યો ઉશ્કેરાયા હતા. વિપક્ષે સવાલો કર્યા હતા કે ભાજપ આ 87 કરોડના નાણાં માફ કેમ કરવા માંગતી હતી ?? વિપક્ષે પુરાવા રજૂ કર્યા એટલે ભાજપે હોબાળો કર્યો હોવાના પણ આક્ષેપ થયા હતા. બંને પક્ષના સભ્યો વેલમાં ધસી ગયા હતા અને સામ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જો કે મેયરે ભોજન વિરામ જાહેર કરી સભા મુલતવી રાખી હતી.
14001 કરોડનું બજેટ
ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ 14 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારેસન દ્વારા રૂપિયા 14001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા 1501 કરોડના વધારા સાથે 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે.






