Video: સાસણગીરમાં વર્ષના અંતિમ દિવસે પર્યટકોનો ભારે ઘસારો, જંગલ સફારીના ઓનલાઈન પરમીટ ફૂલ
ગીર નહીં દેખા તો કુછ નહી દેખા તે કહેવત મુજબ દરેક વાર-તહેવારે સાસણ ગીરમાં પર્યટકોનો ભારે ઘસાર


ગીર નહીં દેખા તો કુછ નહી દેખા તે કહેવત મુજબ દરેક વાર-તહેવારે સાસણ ગીરમાં પર્યટકોનો ભારે ઘસારો રહે છે. વર્ષનો અંતિમ દિવસ હોવાથી લોકો ફરવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે. સાસણગીરમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી ગીર અને સિંહને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આજે 31 ડિસેમ્બરના દિવસે જંગલની સફર માણી પ્રવાસીઓ ખુશખુશાલ થયા છે. છેલ્લા ઘણા દિવસથી જંગલ સફારીને તમામ ઓનલાઈન પરમીટ ફૂલ થઈ ગઈ છે. સાસણના મોટાભાગના તમામ રિસોર્ટ પણ પ્રવાસીઓથી ઉભરાઈ ગયા છે. જંગલ સફારીનો આનંદ માણી પ્રવાસીઓ ખુશખુશાલ થયા છે. આજે 31 ડિસેમ્બરના લીધે સાસણ પણ પર્યટકોથી ઉભરાયું છે.




