VIDEO:મોંઘવારી, પેપર લીક અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસની વિશાળ રેલી
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈન


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય ચાર રસ્તા ખાતેથી નીકળેલી આ રેલીમાં નીટપેપર લીક કૌભાંડ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ખેડૂતોની સમસ્યાઓ અને વધતી મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ્સ તેમજ બેનરો રાખી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ અનોખા વિરોધ પ્રદર્શનમાં ઊંટલારી પર બાઈક, ગેસના સિલિન્ડર અને ખાલી તેલના ડબ્બા ગોઠવીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો હતો.



