VIDEO: વસ્તી ગણતરી અભિયાનને લઈને અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી શરૂ
કેન્દ્ર સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી અભિયાનને લઈને અરવલ્લી જિલ્લ
કેન્દ્ર સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી અભિયાનને લઈને અરવલ્લી જિલ્લામાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરી રહેલી વસ્તી નોંધણી સંબંધિત કોઈપણ લિંક સત્તાવાર નથી અને આવી લિંક્સથી સાવચેત રહેવું જરૂરી છે. હાલ સરકાર દ્વારા કોઈ ઓનલાઈન લિંક મોકલવામાં આવી રહી નથી, તેથી નાગરિકોને અજાણી લિંક્સ ઓપન ન કરવા અપીલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પ્રશિક્ષિત કર્મચારીઓ ઘરેઘરે જઈ જરૂરી વિગતો એકત્રિત કરશે. જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે અંદાજે 1500થી વધુ કર્મચારીઓને જોડવામાં આવશે.


