VIDEO: અરવલ્લીના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ, ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મોડાસા, શામળાજી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી હળવ

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મોડાસા, શામળાજી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી હળવા વરસાદી ઝાપટાં વરસ્યા છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીની અસર જિલ્લામાં જોવા મળી રહી છે. ખાસ કરીને વાંસેરાકંપા પંથકમાં વહેલી સવારે વાતાવરણ બદલાતા હળવું ઝાપટું વરસ્યું હતું.



