મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Himmatnagarમાં ફરી 'HUDA'નું ભૂત ધૂણ્યું, વહીવટી વિસંગતાઓ દૂર નહીં કરાય તો ચૂંટણી બહિષ્કારની ચિમકી

સાબરકાંઠાના હિંમતનગરમાં 'હુડા'ના નિર્ણયને સરકાર દ્વારા 4 મહિના અગાઉ સ્થગિત કરવામાં આવ

Himmatnagarમાં ફરી 'HUDA'નું ભૂત ધૂણ્યું, વહીવટી વિસંગતાઓ દૂર નહીં કરાય તો ચૂંટણી બહિષ્કારની ચિમકી
આ સમાચાર સાંભળો

સાબરકાંઠાના હિંમતનગરમાં 'હુડા'ના નિર્ણયને સરકાર દ્વારા 4 મહિના અગાઉ સ્થગિત કરવામાં આવ્યો હતો, જે બાદ 11 ગામના ખેડૂતોનું આ આંદોલન શાંત પડ્યું હતું, તે હવે ફરી જ્વાળા બનીને બહાર આવ્યું છે. 11 ગામના ખેડૂતોનો આરોપ છે કે સરકાર સાથેની બેઠકમાં જે નિર્ણયો લેવાયા હતા, તેનો સ્થાનિક તંત્ર અમલવારી કરતું નથી. કાંકણોલ ખાતે આજે આંદોલન સમિતિની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, જો સરકાર વહેલી તકે વહીવટી વિસંગતાઓ દૂર નહીં કરે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

આંદોલન સમિતિની બેઠક યોજાઈ 

સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી 'હુડા'નું ભૂત ધૂણ્યું છે. સરકાર સાથે લાંબી વાટાઘાટો અને ખાતરી બાદ જે આંદોલન શાંત પડ્યું હતું, તે હવે ફરી જ્વાળા બનીને બહાર આવ્યું છે. 11 ગામના ખેડૂતોનો આરોપ છે કે સરકાર સાથેની બેઠકમાં જે નિર્ણયો લેવાયા હતા તેની સ્થાનિક તંત્ર અમલવારી કરતું નથી. હિંમતનગરના કાંકણોલમાં આંદોલન સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. 

ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી

ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, જો સરકાર વહેલી તકે વહીવટી વિસંગતાઓ દૂર નહીં કરે અને યોગ્ય જવાબ નહીં આપે, તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એક તરફ આંદોલન સમિતિ ફરી સક્રિય થઈ છે અને બીજી તરફ ખેડૂતોએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. એક તરફ આંદોલન સમિતિ ફરી સક્રિય થઈ છે અને બીજી તરફ ખેડૂતોએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગે છે કે પછી ચૂંટણી ટાણે સરકારની મુશ્કેલીઓ વધશે.

આ સમાચાર શેર કરો