કેવી રીતે ભણશે ગુજરાત? સુરેન્દ્રનગરના સાંસદના ગામની જ શાળામાં સુવિધાઓનો અભાવ
એક બાજુ નેતાઓ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત પ્રા

એક બાજુ નેતાઓ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજી તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી વાહવાહી લુંટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. સુરેન્દ્રનગર જીલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરાના કેદારીયા ગામે એક જ વર્ગખંડમાં બે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા છે. ઉપરાંત, વિધ્યાર્થીઓ પાસેથી મેદાનની સફાઇ કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે.
ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે, તેવી વાહવાહી કરવામાં રહી છે, પણ હકીકત કાંઈક અલગ જ છે. શાળા પ્રવેશોત્સવ ઉજવી સરકારી તાયફા કરવામાં આવી રહ્યાં છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરાના કેદારીયા ગામે એક જ વર્ગખંડમાં બે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા છે. શાળાના વિદ્યાર્થીઓને મેદાન પર સફાઇ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરાના ગામની શાળાની આ દુર્દશા છે. વિધ્યાર્થીઓ જગ્યાના અભાવે બે બેન્ચ વચ્ચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જીએસટીવી ટીમ દ્વારા હળવદ તાલુકાની આ શાળામાં રિયાલિટી ચેક કરાતાં બાળકો ગ્રાઉન્ડ ની સફાઈ કરતા હતા, શાળાના આચાર્ય વિજય પરમારને પુછતા તેમણે લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે અહીંયા બાળકોને સફાઈના પાઠ ભણાવવામાં આવે છે. ૩ વર્ષથી શાળાના ત્રણ રૂમો જર્જરિત થઈ પડી ગયા છે. માત્ર ત્રણ રૂમમાં ધો.૧ થી ૮ બાળકો અભ્યાસ કરે છે.






