મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સામી દિવાળીએ ગૃહિણીઓમાં કચવાટ, સાફ સફાઈના સમયે આ વિસ્તારોમાં પાણી માટે વલખાં

હાલ સામી દિવાળીના ટાણે મહિલાઓને ઘરમાં સૌથી વધુ સાફ સફાઈ માટે પાણીની જરૂર હોય છે. જો કે, સ

સુરતમાં સામી દિવાળીએ ગૃહિણીઓમાં કચવાટ, સાફ સફાઈના સમયે આ વિસ્તારોમાં પાણી માટે વલખાં

હાલ સામી દિવાળીના ટાણે મહિલાઓને ઘરમાં સૌથી વધુ સાફ સફાઈ માટે પાણીની જરૂર હોય છે. જો કે, સુરતના અમરોલી, છાપરાભાઠા અને કોસાડમાં પાણીનો કકળાટ શરૂ થયો હતો. બુધવારે બપોરથી મોડી સાંજ સુધી સપ્લાય ખોટકાતાં હાઇડ્રોલિક વિભાગના ફોન રણકી ઉઠ્યા હતા. મોટા વરાછા જળ વિતરણ મથકમાં સવારે 9 વાગ્યાથી વીજ પુરવઠો બંધ હોવાથી સમસ્યા સર્જાયાનું વિભાગે જણાવ્યું હતું. જ્યારે પાવર કાપને પગલે ઓવરહેડ ટાંકીઓ ભરવામાં વિલંબથી ગુરુવારે 24 ઓક્ટોબરે ઓછા પ્રેશરથી પાણી મળશે તેમ પણ ઉમેર્યું હતું.

આ વિસ્તારોને અસર

છાપરાભાઠા, આમ્રકુંજથી અરિહંત પાર્ક, કૃષ્ણ નગર, પ્રગતિ નગર, જલારામ નગર હાઉસિંગ, બોમ્બે કોલોની, અક્ષરપાર્ક, મધુવન, વૃંદાવન, પંચવટી કાલિદાસ નગર, ગિરનાર, નિલમબાગ અને શિરડી ધામ. કોસાડ આવાસ, છાપરાભાઠા બાપા સીતારામ ચોકથી Y જંકશન વ્હાઇટ સોલિટેર સુધી, વરિયાવ, સરદાર નગર, સુદામા પાર્ક, ગૃહમ સર્કલથી સતાધાર ચાર રસ્તા, ચારભૂજા આર્કેડથી સતાધાર હોસ્પિટલ, સૃષ્ટિ સોસાયટી, આંગન રેસિડેન્ટ, સાઇ રો હાઉસ, જય રેસિડેન્સી, અમરોલી, ઉત્રાણ ગરનાળાથી સાઈ મંદિર, માન સરોવર સુધીના વિસ્તારમાં પુરવઠો ખોરવાયો હતો.

સપ્લાયને અસર

મોટા વરાછા ઇન્ટેકવેલ અને જળ વિતરણ મથકમાં 23 ઓક્ટોબરને બુધવારે DGVCL કંપનીએ મેઇન્ટેનન્સ કામગીરી શરૂ કરી હતી, જેના લીધે સવારે 9 વાગ્યાથી વીજ પુરવઠો બંધ રખાયો હતો. આ સ્થિતિમાં કોસાડ જળ વિતરણ મથકની ઓવરહેડ ટાંકી નં-2 અને 3 ભરવામાં વિલંબ સર્જાતાં ESR-E1થી E5 પાણી સપ્લાય વિસ્તારમાં તેની અસર વર્તાઇ હતી.

આ સમાચાર શેર કરો