મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં મોંઘીદાટ હોટેલ ITC નર્મદાના ફૂડમાંથી નીકળી જીવાત

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. અત્યાર સુધી રેસ્ટોરન્ટના ફૂડમાંથી જ

VIDEO : અમદાવાદમાં મોંઘીદાટ હોટેલ ITC નર્મદાના ફૂડમાંથી નીકળી જીવાત

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. અત્યાર સુધી રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળતી હતી, જો કે હવે મોંઘીદાટ હોટેલોના ફૂડમાંથી પણ જીવાતો નીકળી  રહી છે. મોંઘીદાટ હોટેલ હયાત, હોટેલ પ્રાઈડ પ્લાઝા બાદ હવે વસ્ત્રાપુરમાં આવેલી   હોટેલ ITC નર્મદાના ફૂડમાંથી જીવાત નીકળી છે. 

હોટેલ ITC નર્મદામાં બિઝનેસ મિટિંગ માટે આવેલા એક વ્યક્તિએ ફૂડ મંગાવતા તેના ફૂડમાંથી જીવાત નીકળી હતી. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવતા હોટેલ ITC નર્મદાને રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો