VIDEO ; કોલ્ડરૂમ જવાબદારી મુદ્દે હોસ્પિટલ બેકફૂટ પર
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમને લઈને લેવાયેલો એક નિર્ણય ભારે વિવાદનું કારણ બન્યો છે. હોસ્પિટલ ત

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમને લઈને લેવાયેલો એક નિર્ણય ભારે વિવાદનું કારણ બન્યો છે. હોસ્પિટલ તંત્રએ મૃતદેહ કોલ્ડરૂમમાં રાખ્યા બાદ કોઈ નુકસાન કે અન્ય ઘટનાની જવાબદારી નહીં રહે તેવી શરત ઉમેરતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ગત 29 એપ્રિલે કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ એક વૃદ્ધાના મૃતદેહના ડી-કંપોઝ થવાના બનાવ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. તે સમયે મૃતકના પરિવારજનો અને તબીબો વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. શહેરીજનોએ આશા રાખી હતી કે કોલ્ડરૂમની વ્યવસ્થામાં સુધારા થશે, પરંતુ જવાબદારીથી બચવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. દર મહિને સરેરાશ 150 જેટલા મૃતદેહ અહીં રાખવામાં આવતા હોવાથી આ નિર્ણય સામે વ્યાપક વિરોધ નોંધાયો હતો. આખરે લોકોના વિરોધ બાદ હોસ્પિટલ તંત્રએ નિર્ણય પરત ખેંચી મૃતદેહોની જવાબદારી પોતાની જ રહેશે તેવી સ્પષ્ટતા કરી છે.




