મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વડોદરા ગોત્રીમાં મેડિકલ વેસ્ટનો ઢગલો, જાહેર આરોગ્ય સામે ખતરો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ગોત્રીમાં કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે બેદરકારી દાખવીને મેડિકલ કચરો ફેંકી દેવાયો. જાહેર માર્ગ પર ફેંકાયેલા મેડિકલ વેસ્ટને કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભારે ભય છે. પ્રાથમિક તપાસમાં મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શનની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું આવ્યું સામે. કોઈ હોસ્પિટલે કચરો ઠાલવ્યો કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પુરાવા છુપાવવા આ કરતૂત કરી, તે અંગે રહસ્ય છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે મામલાને રફે દફે કરી દેવાશે તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા છે. જોકે અગાઉ આરોગ્ય વિભાગે અનેક મેડિકલ સ્ટોર્સ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો