VIDEO : વડોદરામાં વિદેશ પાર્સલના નામે ઠગાઈ કરનાર ઝડપાયો
વડોદરાની શિનોર પોલીસે વિદેશી પાર્સલના નામે સાયબર ઠગાઈ કરનાર એક શાતિર આરોપીને મુંબઈથી ઝડપી પા

વડોદરાની શિનોર પોલીસે વિદેશી પાર્સલના નામે સાયબર ઠગાઈ કરનાર એક શાતિર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી મોહમદ નૌસાદ શેખે ફરિયાદીની પત્નીને 'તમારું કુરિયર એરપોર્ટ પર અટક્યું છે' તેમ કહી વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં C.I.D નો ડર બતાવી તેમની પાસેથી કુલ 1 લાખ 45 હજાર ઓનલાઇન પડાવી લીધા હતા. શિનોર પોલીસે ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ કરી મુંબઈમાં રહેતા અને મૂળ બિહારના આ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




