મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO Breaking : વડોદરાના કરજણમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર

ચોમાસાના આગમન ટાણે જ વડોદરાના કરજણમાં ખાતર મેળવવા માટે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. કરજણ શ

તસવીર: gstv

ચોમાસાના આગમન ટાણે જ વડોદરાના કરજણમાં ખાતર મેળવવા માટે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. કરજણ શહેરના સંઘના ડેપો પર વહેલી સવારના 5 વાગ્યાથી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં પોતાના નંબરની રાહ જોતા અનેક ખેડૂતો અને મહિલાઓ જમીન પર બેસવા મજબૂર બન્યા છે. એક આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણી ખાતરનું વિતરણ કરવામાં આવતું હોવાથી અને પ્રાઈવેટ ડેપોમાં યુરિયા સાથે અન્ય ખાતરની ગુણો પધરાવવામાં આવતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો