મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ ભાવનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, બે વ્યક્તિઓનું ઘટના સ્થળ પર જ મોત

ગુજરાતમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવા

અમદાવાદ ભાવનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, બે વ્યક્તિઓનું ઘટના સ્થળ પર જ મોત

ગુજરાતમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદથી ભાવનગર તરફ જતા એક્સપ્રેસ હાઈવે પર આબલી ગામ પાસે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો.

 બાઇક પર સવાર બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત 

ટક્કર એટલી ભયાનક હતી કે  બાઇક પર સવાર બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક મહિલાને ગંભીર ઈજા થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે  મૃતકો ધોળકા તાલુકાના સરગવાળા ગામના વતની છે, અને આ ઘટનાથી તેમના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, જ્યાંથી ઈજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ સમાચાર શેર કરો