Video: સુરેન્દ્રનગરના નર્મદા કેનાલના ખખડધજ રોડથી વાહનચાલકો ત્રાહિમામ, અકસ્માતનો ભય
સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરનો બ્રિજ બંધ કરાતા વાહનચાલકોને હાલાકી થઇ રહ
સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરનો બ્રિજ બંધ કરાતા વાહનચાલકોને હાલાકી થઇ રહી છે. ડાયવર્ઝન પર જ ઢીંચણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્રએ પાકો રસ્તો બનાવવાને બદલે ડાયવર્ઝન પર માટી પાથરી સંતોષ માન્યો છે, જેથી વાહનો સ્લીપ થઇ રહ્યા છે. પાકુ ડાયવર્ઝન બનાવ્યા પહેલા જ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. અંદાજીત 3 કિલોમીટરના ડાયવર્ઝનને પસાર કરવું વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યું છે. ધારાસભ્ય અને તંત્રના અધિકારીઓ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ છે.




