સુરેન્દ્રનગર/ ગેરકાયદે ધંધા બંધ કરાવવા જનાર હોમગાર્ડ જવાન પર હુમલો, પોલીસે બે આરોપીને ઝડપ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ગેરકાયદે ધંધા બંધ કરાવવાની રજૂઆત કરતા હોમગાર્ડ જવાન પ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ગેરકાયદે ધંધા બંધ કરાવવાની રજૂઆત કરતા હોમગાર્ડ જવાન પર ગંભીર હુમલો અને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચાડનાર બે આરોપી ઝડપાયા છે. અરજદાર ભાવેશ અઘારા દ્વારા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા માટે સાયલા પોલીસ સ્ટેશને લેખિતમાં રજૂઆતો કરી હતી. જેનું મન દુઃખ રાખી હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ VIDEO: સરદારધામ જયંતિ સરધારા હુમલાના CCTV સામે આવ્યા, નરેશ પટેલ પર લાગ્યો આ આરોપ
બંને આરોપીઓનું ડીવાયએસપી લીંબડી દ્વારા રીકન્ટ્રક્શન કરાયું હતું. આરોપી પકડવા માટે ઇજાગ્રસ્ત પરિવારોની માંગ હતી. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. લાખા ભરવાડ તેમજ લાલા ભરવાડ બંને આરોપીઓનું પોલીસે રીકન્ટ્રક્શન કર્યું.
ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ સામે અરજી કરવામાં આવે અથવા કોઈ રજૂઆત કરવામાં આવે તો તેની સાથે આ રીતે હુમલો થતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પણ અનેક સવલો ઉભા થયા હતા.






