સુરતમાં પેડલરો જ ફેલાવશે જાગૃતિ, હાથમાં બેનર પકડીને ડ્રગ્સથી દૂર રહેવાના લીધા શપથ
સુરતમાં નશાના કારોબાર એવા ડ્રગ્સનું એપીસેન્ટર બની ગયેલા રાંદેરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

સુરતમાં નશાના કારોબાર એવા ડ્રગ્સનું એપીસેન્ટર બની ગયેલા રાંદેરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસના હાથ ઝડપાયેલા ડ્રગ્સના પેડલરો અને નશાખોરોને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમની પાસે ડ્રગ્સ ન લેવાના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.
આરોપીઓ જાગૃતિ ફેલાવે તેવું આયોજન
રાંદેર પોલીસ દ્વારા સુરત સિટીના નો ડ્રગ્સ અભિયાનને સાથ આપવા માટે ઈસ્લામી જીમખાનામાં પેડલરો સહિતનાને એકઠા કરાયા હતાં. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી. આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના લીધા શપથ લીધા હતાં. હવે પછી ડ્રગ્સ નું સેવન નહી કરીએ અને કરાવા નહીં દઈએ તેવી શપથ લીધા હતાં. ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી રહ્યાં છે.
પરિવારને કેન્દ્રમાં રાખીને યોજાયો કાર્યક્રમ
પીઆઈ અતુલ સોનારાએ કહ્યું કે, આરોપીઓ પાસે તેમના પરિવારને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછી તેઓ ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતાં. ડ્રગ્સની ચુંગાલમા ફસાયેલા યુવાનોને પણ આ શપથના કાર્યક્રમમાં સામેલ કરાયા હતાં. સમગ્ર કાર્યક્રમમાં રી-હેબિલેશન સેન્ટરના અધિકારીઓની પણ મદદ લેવાઈ હતી.








