મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં હિટ એન્ડ રન: કારે ટક્કર મારતા બાઈક પર સવાર મહિલાનું મોત, યુવક ઈજાગ્રસ્ત

સાબરકાંઠામાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હિંમતનગર શામળાજી હાઇવે પર કારે ટક્કર મારતા

સાબરકાંઠામાં હિટ એન્ડ રન: કારે ટક્કર મારતા બાઈક પર સવાર મહિલાનું મોત, યુવક ઈજાગ્રસ્ત

સાબરકાંઠામાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હિંમતનગર શામળાજી હાઇવે પર કારે ટક્કર મારતા બાઈક પર સવાર આધેડ મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

આ પણ વાંચો : VIDEO: કાંકરેજ મઠના વિવાદ વચ્ચે સંતરામગીરી બાપુના અપહરણ પહેલાનો વીડિયો થયો વાયરલ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર મોડાસિયા સમાજવાડી પાસે બાઈક ચાલકને કારે મારી ટક્કર હતી જેમાં બાઈકમાં સવાર આધેડ મહિલા અને યુવાન નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું  હતું જ્યારે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

યુવકને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં સુશીલાબેન નીનામા નામક મહિલાના મોતને પગલે પરિવારમાં ભારે આક્રંદ વ્યાપી ગયો છે. પોલીસે ફરાર કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો