મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદના કંબોઈ પાસે હિન્ટ એન્ડ રનની ઘટના, દુર્ઘટનામાં જૈન સાધ્વીજી અને શ્રાવકનું મોત

રાજ્યના દાહોદમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં જૈન સાધ્વીજી અને શ્રાવકનું મોત થયું છે. જૈન સાધ

દાહોદના કંબોઈ પાસે હિન્ટ એન્ડ રનની ઘટના, દુર્ઘટનામાં જૈન સાધ્વીજી અને શ્રાવકનું મોત

રાજ્યના દાહોદમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં જૈન સાધ્વીજી અને શ્રાવકનું મોત થયું છે.  જૈન સાધ્વીજી અને શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ પગપાળા વિહાર કરી રહ્યા હતા. ત્યારે કંબોઈ નજીક આ ઘટના સર્જાઈ હતી. વિહાર કરી રહ્યા હતા તે સમયે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થયો હતો.

જૈન સમાજમાં શોકનો માહોલ

ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ નિધન થયું હતું.  દુર્ઘટનાની જાણ થતાં જૈન સમાજના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તો બીજી તરફ આ દુર્ઘટનાને લઈને જૈન સમાજમાં શોકનો માહોલ છવાયો છે. અજાણ્યો વાહન ચાલક પોલીસ પકડથી હાલ દુર છે.

ફરાર વાહન ચાલકને દબોચવા માટે પોલીસે તપાસ્યા CCTV

જૈન સમાજના અગ્રણીઓએ જલ્દીથી જલ્દી વાહન ચાલકને પકડવાની માંગ કરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યા છે. ફરાર વાહન ચાલકને દબોચવા માટે CCTV પણ તપાસી રહી છે.

આ સમાચાર શેર કરો