મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના, થાર ચાલકે બાઇકસવારને 100 મીટર જેટલો ઢસડ્યો

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ એક ઘટના વડોદરામ

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં થાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હવામાં ઉછળ્યો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

વડોદરામાં સમા સાવલી રોડ પર હીટ એન્ડ રનનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં થાર ગાડી ચાલકે બાઇકસવારને અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલક 100 મીટર જેટલો ઢસડાયો હતો. આ આકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ થાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં CCTVને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો