મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદમાં હિટ એન્ડ રન: ફોર્ચ્યુનર કાર ચાલક બાઈકને અડફેટે લઈ ફરાર, યુવકનું કરુણ મોત

ગુજરાતભરમાં જાણે અકસ્માતની હારમાળ સર્જાઈ રહી છે તેમ નડિયાદમાંથી એક ગંભીર અકસ્માતના સમાચ

નડિયાદમાં હિટ એન્ડ રન: ફોર્ચ્યુનર કાર ચાલક બાઈકને અડફેટે લઈ ફરાર, યુવકનું કરુણ મોત

ગુજરાતભરમાં જાણે અકસ્માતની હારમાળ સર્જાઈ રહી છે તેમ નડિયાદમાંથી એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. નડિયાદમાં વડોદરાના રક્ષિત કાંડ જેવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હીટ એન્ડ રનની ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનામાં નડિયાદના એક યુવકનું મોત નિપજ્યું છે. બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કારે બાઈકને અડફેટે લેતાં યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જેમાં કાર ચાલક અને યુવતી કાર લઈને ફરાર થઈ ગયા હતા. નડિયાદના વીકેવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં યુવરાજ દિલીપ રાજપુત નામના યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. યુવક માઈ મંદિરની ગલીમાં ગીરીવર રેસીડન્સીનો રહેવાસી હતો. હજુ છ મહીના પહેલા જ યુવકના લગ્ન થયા હતા એવામાં યુવકના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે.

આ સમાચાર શેર કરો