મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Hit and Run: Vijapur નજીક ગમખ્વાર અકસ્માત, બે વૃદ્ધ મહિલાઓના મોત, આરોપી ફરાર

મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક આવેલા ગવાડા ગામ પાસે ગમખ્વાર હિટ એન્ડ ર

Hit and Run: Vijapur નજીક ગમખ્વાર અકસ્માત, બે વૃદ્ધ મહિલાઓના મોત, આરોપી ફરાર

મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક આવેલા ગવાડા ગામ પાસે ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વૃદ્ધ મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના મહાદેવપુર (ગ) અને ગવાડા રોડ પર બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક અજાણ્યા વાહનચાલકે બે વૃદ્ધ મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી અને બાદમાં તે પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં પુરીબેન ઠાકોર અને ધુળીબેન ઠાકોર નામની બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક મહિલાઓના સંબંધીઓની ફરિયાદના આધારે, વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ હાલ ફરાર બનેલા વાહનચાલક અને તેના વાહનની શોધખોળ માટે સક્રિય બની છે. આ મામલે, પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો