મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઓફિસમાં ઘુસીને સફાઈ કામદાર સાથે હિન્દી ભાષી યુવકે બોલાચાલી બાદ કર્યો હુમલો

સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકામાં સફાઈ કામદા

સુરતમાં ઓફિસમાં ઘુસીને સફાઈ કામદાર સાથે હિન્દી ભાષી યુવકે બોલાચાલી બાદ કર્યો હુમલો

સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતાં કર્મચારી પર હુમલો થયો હતો. સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં રોકાયેલા હતા તે દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘુી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

108માં હોસ્પિટલ લવાયો

ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે, હું સફાઈ કામદાર છું. છેલ્લા 3 દિવસ બાદ કામ પર હાજર થયો હતો. કોઈ પંડિત નામનો હિન્દી ભાષીએ બોલાચાલી કરી હતી. અપશબ્દો કહેતા કચરાની ગાડી વાળો જતો રહ્યો હતો. ત્યારે મને કહેવા લાગ્યો કે તમે હરામનો પગાર લો છો. પરંતુ હું મારા અધિકારીને ફોન કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો રહ્યો હતો. પરંતુ ઓફિસમાં ચપ્પુ લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો હતો. જેથી મને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો.

કર્મચારીઓને રક્ષણ મળે તેવી માગ

ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘુસીને હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અધિકારીએ કહ્યું કે, જો આ રીતે ઓફિસમાં ઘુસીને હુમલાઓ થતાં રહેશે તો કર્મચારીઓને કામ કરવું પણ મુશ્કેલ થઈ જશે. મોટી સંખ્યામાં કામદારો પાલિકામાં સેવા આપી રહ્યાં છે. ત્યારે તેમને આ રીતની કનડગત થાય તે યોગ્ય નથી. જેથી રક્ષણ મળવું જોઈએ.

આ સમાચાર શેર કરો