VIDEO: સુરત સિવિલમાં 'હાઈટેક' સુરક્ષા: બાળક ચોરી અટકાવવા આરએફઆઈડી ટેગ સિસ્ટમ
સુરત સિવિલ હોસ્પિટલમાં ભૂતકાળની બાળ ચોરીની ઘટનાઓથી બોધપાઠ લઈ પ્રશાસને નવજાત બાળક


સુરત સિવિલ હોસ્પિટલમાં ભૂતકાળની બાળ ચોરીની ઘટનાઓથી બોધપાઠ લઈ પ્રશાસને નવજાત બાળકોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે. હવે NICUમાં દાખલ બાળકોના હાથ પર ખાસ RFID ટેગ લગાવવામાં આવ્યા છે. જો કોઈ અજાણી વ્યક્તિ મંજૂરી વિના બાળકને બહાર લઈ જવાનો પ્રયાસ કરશે, તો ગેટ પર લગાવેલું મશીન એલર્ટ થઈ સાયરન વગાડશે અને સિક્યુરિટી સ્ટાફ દોડી આવશે. આ સાથે જ ICU બહાર સગા-સંબંધીઓને સૂચના આપવા માઈક સિસ્ટમ પણ શરૂ કરાઈ છે. સિનિયર મેડિકલ ઓફિસર લક્ષ્મણ ટેહલીયાનીના મતે બાળ સુરક્ષા માટે આ અત્યાધુનિક સિસ્ટમ ખૂબ કારગત નીવડશે.




