VIDEO: વબાંગ જામીરે સુરતના નવા ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો
વબાંગ જામીરે સુરત શહેરના નવા ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વિધિવત કાર્યભાર સંભાળી લ

વબાંગ જામીરે સુરત શહેરના નવા ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વિધિવત કાર્યભાર સંભાળી લીધો છે. અનુપમસિંહ ગહલોતની બદલી બાદ ખાલી પડેલા આ મહત્વના પદ પર તાત્કાલિક નિમણૂક કરવામાં આવી છે. જામીરે કાર્યભાર સંભાળતાની સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.તેમણે જણાવ્યું કે, અગાઉ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે સુરતમાં ફરજ બજાવી ચૂક્યો હોવાથી શહેરનો મને સારો અનુભવ છે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ સંપૂર્ણ સક્ષમ છે. ગુનેગારોને છોડવામાં આવશે નહીં અને નિર્દોષ નાગરિકોને ન્યાય મળે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.




