VIDEO: સુરતના પાંડેસરામાં ટ્રકનું વ્હીલ ખાડામાં ફસાયું
સોર્સ : gstv
સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે. પાંડેસરા ઔદ્યોગિક વિસ્તારના મુખ્ય રોડ પર અચાનક મોટો ખાડો પડી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતી ટ્રકનું વ્હીલ ખાડામાં ફસાઈ જતાં રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તંત્રની બેદરકારી અને નબળા રોડ નિર્માણને કારણે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે.વ્યસ્ત માર્ગ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે.

