Video: તમિલનાડુના તિરુચિરાપલ્લીના મુખ્ય એનએસબી રોડ પર દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી, બજારોમાં રોનક જોવા મળી

સોર્સ: gstv

દિવાળીનો તહેવાર હોવાથી તિરુચિરાપલ્લીના પ્રખ્યાત NSB રોડ પર ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવાર નિમિત્તે નવાં કપડાં, સોના-ચાંદીના ઘરેણાં અને પૂજાની સામગ્રી સહિતની આવશ્યક ચીજવસ્તુઓની છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો દુકાનો પર પડાપડી કરી રહ્યા છે. દિવાળીની આ અંતિમ તૈયારીઓ અને ખરીદીમાં વ્યસ્ત રહેલા સ્થાનિક નાગરિકોના ભારે ધસારાના કારણે સમગ્ર વિસ્તારમાં ખરીદીનો જોરદાર ધમધમાટ જોવા મળી રહ્યો છે, જેનાથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત