VIDEO: સુરત: સંકલન બેઠકમાં ધારાસભ્યનો આક્રોશ! વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓ પર ભડક્યા
સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક દરમિયાન વરાછાના

સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક દરમિયાન વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓની કામગીરી સામે ભારે રોષે ભરાયા હતા. પુણા અને વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો અંગે અગાઉ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા બેઠકમાં માહોલ ગરમાયો હતો. અધિકારીઓના ગોળમટોળ અને અસંતોષકારક જવાબોથી નારાજ થઈ ધારાસભ્ય બેઠક છોડવા ઊભા થયા હતા, જોકે અન્ય સભ્યોની સમજાવટ બાદ તેઓ રોકાયા હતા. કાનાણીએ સ્પષ્ટ જણાવ્યું કે જો સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ SMC બેઠકનો બહિષ્કાર કરશે. શહેરમાં જનપ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચેના આ ટકરાવની ભારે ચર્ચા થઈ રહી છે.




