મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત: તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ, સિંગણપોર-રાંદેર કોઝવે વાહનવ્યવહાર માટે બંધ

સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ તાપી નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો

સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ તાપી નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે નદીનું જળસ્તર ભયજનક રીતે વધતાં સુરત મહાનગરપાલિકાએ ચોમાસાની આ સીઝનમાં પહેલીવાર રાંદેર–સિંગણપોર કોઝવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. કોઝવે ઉપરથી પાણી વહેતા સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. હાલ કોઝવેની સપાટી 6.82 મીટરે પહોંચી છે, જે ભયજનક સપાટી 6.00 મીટરથી વધુ છે. હજારો વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો