VIDEO: સુરત: ઉધનામાં મકાનની લોબી તૂટી, ફસાયેલા ૫ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં એક મકાનની લોબી અચાનક તૂટી પડતા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં એક મકાનની લોબી અચાનક તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો...લોબી ધરાશાયી થતાં પહેલા માળે રહેતો પરિવાર ઘરમાં જ ફસાઈ ગયો હતો. જોકે, અવાજ સાંભળી દોડી આવેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ કરી બે મહિલા સહિત પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.




