પોલીસ ભરતીમાં ઉદાસીનતા મામલે હાઇકોર્ટે લગાવી રાજ્ય સરકારને ફટકાર
રાજ્ય પોલીસ તંત્રમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાલી જગ્યાઓ અને આ જગ્યાઓ ભરવામાં સરકાર દ્વ

રાજ્ય પોલીસ તંત્રમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાલી જગ્યાઓ અને આ જગ્યાઓ ભરવામાં સરકાર દ્વારા દાખવાઈ રહેલી ઉદાસીનતાને હાઈકોર્ટે છેલ્લી ત્રણ-ચાર મુદતથી આ કેસમાં સરકારના વલણ પરત્વે ભારોભાર નારાજગી વ્યક્ત કરી આ સમગ્ર મામલે સ્પષ્ટ અને બ્લુ પ્રિન્ટ સાથેનો જવાબ માંગ્યો હતો. જો કે સરકારની વિગતો અને બ્લુ પ્રિન્ટને લઈ હાઈકોર્ટે ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્યસરકાર આ મામલે ગંભીરતા રાખી યોગ્ય કાર્યવાહી કરતી નથી
હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલે ફટકાર લગાવતાં અને ગંભીર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે પોલીસ તંત્રમાં થતી ભરતી પ્રક્રિયામાં પ્રજાના નાણાં જ વપરાતા હોય, ત્યારે ખાલી જગ્યાઓ પૈકી અડધી જગ્યાઓ જ ભરવાની પ્રક્રિયા હાથ ધરવી કેટલા અંશે ઉચિત કહી શકાય? બેરોજગારીની સંખ્યા પણ જોતાં અડધી જગ્યાઓ પર જ ભરતીની પ્રક્રિયા હાથ ધરવીએ પ્રજાના નાણાંનો વ્યય કહી શકાય. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પણ રાજ્યસરકાર આ મામલે ગંભીરતા રાખી યોગ્ય કાર્યવાહી કરતી નથી તે આશ્ચર્યજનક છે.
રાજ્ય પોલીસ તંત્રમાં હજુ પણ 50 ટકા જગ્યાઓ ખાલી
હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, રાજ્ય પોલીસ તંત્રમાં હજુ પણ 50 ટકા જગ્યાઓ ખાલી છે, અને છેલ્લા એક વર્ષથી કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
હાઈકોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મોટા પ્રમાણમાં પોલીસદળમાં જગ્યાઓ ખાલી છે અને સરકાર માત્ર 50 ટકા જેટલી જગ્યાઓ જ ભરવા માંગે છે. છેલ્લા એક વર્ષથી કોઈ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ નથી. સરકાર દ્વારા આ મામલે યોગ્ય વિગતો રજૂ કરવામાં આવતી નથી. અમે રાજ્યના ગૃહ વિભાગના વલણ પ્રત્યે ભારોભાર નારજગી દર્શાવીએ છીએ, કારણે રાજ્યમાં કાયદો અને સ્થિતિની જવાબદારી ગૃહ વિભાગના શિરે છે.






