સરકારના બે ઉચ્ચ અધિકારીઓને તેડું, રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઇકોર્ટ નારાજ
રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્ય સરકારના બે જવ

રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્ય સરકારના બે જવાબદાર ઉચ્ચ અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને કોર્ટનું તેડું આવ્યું છે.
29 ઓગસ્ટના રોજ રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ
રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે ચાલી રહેલી અરજી મામલે હાઇકોર્ટ દ્વારા આ બંને અધિકારીઓને 29 ઓગસ્ટના રોજ રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2019થી અત્યાર સુધી થયેલી કામગીરી મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતાં ઢોરથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. રસ્તામાં વાહનચાલકો અને રાહદારીઓને રખડતાં ઢોરની અડફેટે આવતાં ભૂતકાળમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ખરાબ રસ્તાઓને કારણે પણ અકસ્માતો સર્જાય છે. આ મામલે હાઈકોર્ટે અગાઉ રાજ્ય સરકારની ઝાટકણી પણ કાઢી હતી. તેમ છતાં સમસ્યા યથાવત છે. ત્યારે હવે હાઈકોર્ટે સરકારના બે જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.






