મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઇકોર્ટે સાબરમતી જેલ સુરંગકાંડમાં સામેલ આરોપી નિસારની જામીન અરજી કરી મંજૂર

અમદાવાદ: વર્ષ 2013માં સાબરમતી જેલ સુરંગકાંડ કેસ મામલે મોટા સમાચાર સામે આ

હાઇકોર્ટે સાબરમતી જેલ સુરંગકાંડમાં સામેલ આરોપી નિસારની જામીન અરજી કરી મંજૂર

અમદાવાદ: વર્ષ 2013માં સાબરમતી જેલ સુરંગકાંડ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી જેલ સુરંગ કાંડમાં સામેલ  આરોપી સાકીર નિસાર અહેમદ શેખની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે જેલ સુરંગ કાંડના આરોપી નિસારની નિયમિત જામીન અરજી 10 હજારનાં બોન્ડ પર મંજૂર કરી છે. આરોપી નિસાર વિરુદ્ધ જેલ નિયમ 1894ની સેક્શન 42 અને 45ની કલમ 130, 224 અને 120 (B) મુજબ રાણીપ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. કોર્ટે આપેલી છૂટછાટનો દુરુપયોગ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા એ પણ શરત મુકવામાં આવી છે કે આરોપી પૂર્વ મંજૂરી વિના ભારત છોડી શકશે નહીં.

આરોપી રઝીયુદ્દીન નાસારને જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

25 જાન્યુઆરી 2024એ જસ્ટિસ સીટી રવિકુમાર અને રાજેશ બિંદલની ડિવિઝન બેન્ચે કોર્ટે કહ્યું કે આ તમામ સંજોગો અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા નિયમો અને શરતોને આધિન જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે રઝીયુદ્દીન નાસારને તેના નિર્દેશોનું પાલન કરવા સંબંધિત ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.

શું હતી સમગ્ર ઘટના

2008માં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સીરીયલ બ્લાસ્ટ કેસમાં 14 આરોપીઓને કોર્ટે સજા ફટકારી હતી. તે સહિતના આરોપીઓ સાબરમતી જેલમાં હતા. આ તમામ કેદીઓએ જેલમાંથી નાસી છૂટવાનું એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતુ અને તેના ભાગરૂપે તા.11 ઓકટોબર 2012 થી 12 ફેબુ્રઆરી 2013 દરમ્યાન સાબરમતી જેલમાં ઉંડી સુરંગ(ટનલ) ખોદી કાઢી હતી. સુરંગકાંડના આરોપીઓ અંગ્રેજી શીખવાના બહાને અલગ-અલદ કોડવર્ડનો ઉપયોગ કરી સુરગ ખોદતા હતા. ત્રણ મહિના સુધી છૂપી રીતે તેમણે 213 ફૂટ લાંબી સુરંગ ખોદી હતી. જો કે, ફેબુ્રઆરી 2013 દરમ્યાન જ તેઓ પકડાઇ ગયા હતા અને જેલમાં સુરંગકાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં 24 કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો