મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: હાર્દિક પટેલને હાઈકોર્ટે આપી રાહત, ધરપકડ વોરંટ કરાયું રદ

પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કોર્ટની મુ

Ahmedabad news: હાર્દિક પટેલને હાઈકોર્ટે આપી રાહત, ધરપકડ વોરંટ કરાયું રદ

પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું, જો કે હાર્દિક પટેલે કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપતા હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યું છે. 

હાર્દિક પટેલે કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની આપી બાહેંધરી

પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં નોંધાયેલા કેસ મામલે કોર્ટમાં હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ કાઢ્યું હતું, પણ હવે વિરમગામના ધારાસભ્ય માટે રાહતના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલે કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા ગુજરાત હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાર્દિક પટેલ સામે બે વાર ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો