મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હરણી બોટ કાંડ: હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન કર્યા મંજૂર, દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાઓના મોત

વડોદરાના હરણી તળાવમાં થયેલા બોટ કાંડ મામલે મોટા અહેવાલ સામે આવ

હરણી બોટ કાંડ: હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન કર્યા મંજૂર, દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાઓના મોત

વડોદરાના હરણી તળાવમાં થયેલા બોટ કાંડ મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. હરણી લેકમાં થયેલા બોટ કાંડમાં હાઈકોર્ટે 4 આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. 4 મહિલા આરોપીઓના શરતી જામીન કોર્ટે મંજૂર કર્યા છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી.  

 હરણી તળાવમાં બોટ પલટી જતાં 14ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષિકોના મોત નિપજ્યા હતા. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. 

આ સમાચાર શેર કરો