મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગરમાં હાઈએલર્ટ! રાત્રે 8થી સવારના 6 બ્લેકઆઉટનો આદેશ, સમગ્ર જિલ્લો “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે ડ્રોન દ્વારા હુમલા કરવામાં

જામનગરમાં હાઈએલર્ટ! રાત્રે 8થી સવારના 6 બ્લેકઆઉટનો આદેશ, સમગ્ર જિલ્લો “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે. રાજ્યના સરહદી વિસ્તારોમાં સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જામનગરમાં પણ ઈમરજન્સીની સ્થિતિ છે, ત્યારે ત્યારે કલેક્ટર કેતન ઠક્કર સાવચેતીના પગલાં રૂપે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

કલેક્ટરે વેપારીઓને આજનો દિવસ વેપાર બંધ રાખવા અપીલ

જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું છે કે, 'તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું અને આજનો દિવસ વેપારીઓએ વેપાર અને ધંધા બંધ રાખવા. જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા સક્ષમ છે. તેમજ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.'

સમગ્ર જિલ્લામાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરાયું

શહેરમાં સાઇરન વાગતા  લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા માટે આશ્રય લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર તૈયાર છે.

યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર જિલ્લામાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને તંત્રના નિર્ણયને સહકાર આપવા કલેકટરે નાગરિકોને અપીલ કરી હતી.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જામનગરને “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયો

આગામી તા.24 મે સુધી જામનગર જીલ્લાના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને 'નો ડ્રોન ફલાય ઝોન' એટલે કે જિલ્લાના કોઈ પણ સ્થળે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૨૪-૦૫-૨૦૨૫ સુધી જાહેરનામું અમલમાં રહેશે.

આ સમાચાર શેર કરો