મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લખતરમાં ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ભરાયા, તંત્ર સામે લોકોનો રોષ

સુરેન્દ્રનગરના લખતરમાં સામાન્ય વરસાદે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાયા ઉપરાંત લ

સુરેન્દ્રનગરના લખતરમાં સામાન્ય વરસાદે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાયા ઉપરાંત લોકોના ઘરોમાં ઢીંચણ સમાણું પાણી ઘૂસી જતાં વ્યાપક નુકસાન થયું છે. ઘરવખરીને નુકસાન થતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતાં રાતભર લોકોને જાગવું પડ્યું અને જાતે પાણી કાઢવાની ફરજ પડી. વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ લોક થઈ જતાં પાણી નીકળવાનો કોઈ રસ્તો ન રહ્યો. સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો