મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીના છત્રાસામાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ, ક્રોજ વે ઉપર ફરી વર્યા પાણી

શ્રાવણમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદે

શ્રાવણમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. છત્રાસાથી માણાવદર-બાટવા જતા કોઝવે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રે સાવધ કર્યા છે. છેલ્લા બે દિવસથી અવિરત વરસાદથી ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો